Sat,20 April 2024,4:32 pm
Print
header

ઈન્ડિયન આઇડલ 12ના વિજેતા બન્યાં પવનદીપ રાજન, જાણો બીજા અને ત્રીજા નંબર પર કોણ છે

મુંબઇઃ સોની ટીવીનો ફેમસ મ્યુઝિક શૉ ઈન્ડિયન આઇડલની સીઝન 12 ગત રાત્રે પૂર્ણ થઈ ગઇ હતી. જેમાં પવનદીપ રાજન આ સીઝનનો વિનર છે. પવનદીપ રાજને જબરદસ્ત કન્ટેસ્ટેન્ટ્સને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. પવનદીપને ઈન્ડિયન આઇડલની સીઝન 12ની ટ્રોફીથી સન્માનિત કર્યાં બાદ તેને સ્વિફ્ટ કાર અને 25 લાખ રૂપિયા ઈનામ તરીકે મળ્યાં છે. ગ્રાન્ડ ફિનાલેમાં આમ તો 5 જ કન્ટેસ્ટેન્ટ હોય છે પરંતુ આ સીઝનમાં 6 ફાઇનાલિસ્ટ રાખવામાં આવ્યાં હતા. ગ્રાન્ડ ફિનાલે દરમિયાન પવનદીપની જીતને જોઈને ઓડિયન્સમાં બેઠી તેની માતા ભાવુક થઈ ગયા હતા. 

આ સીઝનની સેકન્ડ રનર્સઅપ અરુણિતા કાંજીલાલ રહી છે. સાયલી કાંબલે થર્ડ રનર્સઅપ, ચોથા નંબર પર દાનિશ, પાંચમા નંબર પર નિહાલ અને છઠ્ઠા નંબર પર સન્મુખપ્રિયા રહી છે. આ ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ખૂબ જબરદસ્ત રહ્યો હતો. બધા કન્ટેસ્ટેન્ટે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અનુ મલિક, સોનૂ કક્કડ, હિમેશ રેશમિયા, હર્ષ લિંબાચિયા, જય ભાનૂશાલી, ધ ગ્રેટ ખલી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, જાવેદ અલી, અલ્કા યાગ્નિક, કુમાર સાનૂ, વિશાલ દદલાની, મીકાસિંહ અને ભારતી સિંહ સહિતની હસ્તીઓ અહી ઉપસ્થિત રહી હતી. 

પવનદીપ કોણ છે ?

27 જુલાઈ, 1996માં ઉત્તરાખંડમાં જન્મેલો પવનદીપ ચંપાવતમાં રહે છે. તેના પિતા સુરેશ રાજન કુમાઉના પોપ્યુલર સિંગર છે. પવનદીપની નાની લોકસિંગર હતા. તેના સ્વ. દાદા રતિ રાજન પણ તેમના સમયના લોકપ્રિય લોકગાયક હતા. પવનદીપ રાજનની બહેન જ્યોતિદીપ સિંગર છે. નાનપણથી જ પવનદીપ પિતા સાથે વિવિધ મ્યુઝિક શોમાં જતો હતો. પવનદીપે ચંપાવતનીમાં અભ્યાસ કર્યો છે. તેણે નૈનિતાલની કુમાઉ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch