Thu,25 April 2024,4:17 pm
Print
header

દુશ્મનો સાવધાન, બોફોર્સથી પણ ઘાતક સ્વદેશી તોપ ધનુષ ભારતીય સેનામાં સામેલ, 50 કિ.મી સુધી હુમલો કરવાની ક્ષમતા

નવી દિલ્હી: ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે, હવે સ્વદેશી હોવિત્ઝર તોપ ધનુષને સેનામાં સામેલ કરી દેવાઇ છે, તે વિદેશી બોફોર્સ કરતા પણ ખતરનાક છે, 50 કિ.મી દૂર બેઠેલા દુશ્મન પર પણ તે હુમલો કરવામાં સક્ષમ છે, તોપને વધુ ઘાતક બનાવવા માટે અમેરિકા પાસેથી ખરીદેલા ગોળા બારૂદનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અમેરિકાથી ગાઈડેડ દારૂ ગોળો ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા અંતર્ગત ખરીદવામાં આવ્યો છે, આ તોપ પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. 

સ્વદેશી ધનુષની ખાસિયતો 

બેરલનું વજન 2692 કિલો
બેરલની લંબાઇ 8 મીટર
ગોળાનું વજન 46.5 કિલો
રેન્જ 40+ કિલોમીટર
પ્રતિ મીનિટ 2 ફાયરિંગની ક્ષમતા 
સતત 2 કલાક ફાયરિંગ કરી શકે છે 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch