Sat,20 April 2024,4:28 am
Print
header

જેટ હવામાં અથડાયા ! ભારતીય વાયુસેનાના 2 ફાઇટર પ્લેન થયા ક્રેશ, એક પાયલટ શહીદ થયા

મધ્ય પ્રદેશઃ ભારતીય વાયુસેનાના 2 લડાકુ જેટ ક્રેશ થઈ ગયા છે. મધ્યપ્રદેશની દુર્ઘટનામાં લડાકુ વિમાનમાં એક સુખોઈ એસયુ -30 અને મિરાજ 2000 હતું. ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન બંને એરક્રાફ્ટ ક્રેશ થયા છે. બે વિમાન ક્રેશ થવા અંગે ભારતીય વાયુસેનાના વડા દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપવામાં આવી છે અને ત્રણમાંથી એક પાયલટ શહીદ થયા છે. સુખોઈના બંને પાયલટ સુરક્ષિત છે.

આજે સવારે ગ્વાલિયર નજીક ભારતીય વાયુસેનાના બે લડાકુ વિમાન ક્રેશ થયા હતા. વિમાન એક નિયમિત ઓપરેશનલ ફ્લાઇટ ટ્રેનિંગ મિશન પર હતું,અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું, "મુરેનાના કોલારસ નજીક વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર ઘણા દુખદ છે. મેં સ્થાનિક વહીવટને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં આઈએએફને સહકાર આપવા નિર્દેશ આપ્યો છે.હું વિમાનના પાઇલટ્સની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું." 

રાજસ્થાનમાં એક વિમાનનો કાટમાળ પડ્યો 

બંને જેટ હવામાં અથડાયા હતા અને તેમાંથી રાજસ્થાનના ભરતપુરમાં રેલવે સ્ટેશન પાસે એક વિમાનનો કાટમાટ પડ્યો છે. આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. હાલમાં આ દુર્ઘટનાના તપાસના આદેશ આપી દેવાયા છે.

સંરક્ષણ મંત્રીએ મેળવી માહિતી 

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાન ક્રેશ થયા હોવાની માહિતી વાયુસેનાના વડાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આપી છે. તેઓ સ્થિતી પર નજર રાખી રહ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch