Thu,25 April 2024,8:01 am
Print
header

ટોકયો ઓલિમ્પિક્સમાં ભારતને બીજો સિલ્વર મેડલ, રેસલર રવિ દહિયાને PM મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ

ટોકયોઃ રેસલિંગમાં 57 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ફાઇનલમાં રવિ દહિયા બે વખતના વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઝાવુર યુગુએવ સામે હારી ગયો છે. રવિએ કુસ્તીની સેમી-ફાઈનલમાં કઝાકિસ્તાનના સનાયેવ નૂરીસ્લામને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. યુગુએવે રવિને 3 પોઇન્ટથી હરાવ્યો છે. જો કે રવિ દહિયા સિલ્વર મેડલ જીતીને ભારત પરત ફરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું રવિની લડવાની ભાવના અને દ્રઢતા શાનદાર છે.સિલ્વર મેડલ જીતવા પર તેમને અભિનંદન. તેમની આ ઉપલબ્ધિ પર સમગ્ર દેશને ગૌરવ છે.

રવિએ 2020 અને 2021 એશિયન ચેમ્પિયન શિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં અંડર-23 ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો. ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં 86 KG વેઇટ કેટેગરીની બ્રોન્ઝ મેડલ મેચ ગુમાવી છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે ભારતની મહિલા  કુસ્તીબાજ અને વિશ્વ નંબર-1 વિનેશ ફોગાટને 53 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch