Wed,24 April 2024,11:49 am
Print
header

રાહતના સમાચાર: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકારે બનાવ્યો આ ખાસ પ્લાન

મોદી સરકારના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ આવી રીતે થઇ શકે છે ઓછા 

નવી દિલ્હી: દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર આસપાસ છે. ઘણા મોટા શહેરોમાં ડીઝલે પણ આ સ્તરને પાર કરી લીધું છે. હવે ઓઇલની કિંમતોને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકાર એક નવા પ્લાન પર કામ કરી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારત કાચા તેલની કિંમતોમાં ઘટાડો કરવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડી પોતાના ઇમરજન્સી સ્ટોક માંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે.

સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇમરજન્સી સ્ટોકમાંથી કાઢવામાં આવતા આ કાચા તેલને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ને વેચવામાં આવશે.આ બંને સરકારી તેલ શુદ્ધિકરણ એકમો પાઇપલાઇન દ્વારા વ્યૂહાત્મક તેલ ભંડાર સાથે જોડાયેલા છે.ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે આ વિશે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. 10 દિવસમાં તેલ કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. જરૂર પડવા પર ભારત પોતાના ઇમજરન્સી સ્ટોકમાંથી વધુ કાચુ તેલ કાઢવાનો નિર્ણય કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજી વચ્ચે આ નિર્ણય લેવાયો છે. અમે તમને જણાવી દઈએ કે વ્યૂહાત્મક તેલ ભંડાર ભારતના પશ્ચિમી અને પૂર્વી બંને કિનારા પર સ્થિત છે. તેમની સંયુક્ત સંગ્રહ ક્ષમતા 38 મિલિયન બેરલ છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ પછી દેશના મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કરીને ગ્રાહકોને થોડી રાહત આપી છે. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ગ્રાહકો હજુ પણ પરેશાન છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch