Fri,19 April 2024,7:46 pm
Print
header

IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન સીરીઝની ચોથી મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ જોવા માટે આવશે. 

પીએમ મોદી અમદાવાદની મુલાકાતે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાનારી શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ ફાઇનલ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીસ પણ ભારત આવશે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને ચીયર કરતા જોવા મળશે.

આ ટેસ્ટ 9 માર્ચથી શરૂ થશે

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાંનું એક છે. આ સ્ટેડિયમમાં તારીખ 9મી માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.આ સ્ટેડિયમનું નામ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેઓ પહેલી વખત અમદાવાદમાં ક્રિકેટ મેચ જોવા માટે આવશે. 

નાગપુરમાં યોજાશે પ્રથમ ટેસ્ટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ તારીખ 9મી ફેબ્રુઆરીથી નાગપુરમાં થશે. હવે પછીની ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધરમશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચો જીતવી ભારત માટે ઘણી મહત્વની છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચો જીતી જશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવા પ્રબળ દાવેદાર બની જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch