Tue,16 April 2024,11:58 pm
Print
header

IND v AUS: ચોથી ટેસ્ટમાં ઈન્ડિયાની વધી શકે છે મુશ્કેલી, હવે આ બોલર થયો ઈજાગ્રસ્ત

બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમાઈ રહી છે.ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. યજમાન ટીમે 3 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. ત્રીજી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો નવદીપ સૈની 36મી ઓવરમાં મેદાન બહાર જતો રહ્યો હતો.

36મી ઓવરના 5માં બોલ પર રહાણેએ લાબુશાનેનો સ્ટ્રેઇટ ફોરવર્ડ ગલી પર કેચ છોડ્યો હતો.જે બાદ સૈની મેદાનથી બહાર જતો રહ્યો હતો અને રોહિત શર્માએ ઓવર પૂરી કરી હતી. ભારત તરફથી આ ટેસ્ટમાં ગત મેચના હિરો રહેલા હનુમા વિહારી, અશ્વિન ઉપરાંત જસપ્રીત બુમરાહ નથી રમી રહ્યાં. તેના સ્થાને શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજનને મોકો આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમના આશરે અડધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે. ઈશાંત શર્મા શ્રેણી પહેલા જ ઇજાગ્રસ્ત બન્યો હતો.મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ શ્રેણી દરમિયાન ઘાયલ થયા છે. હાલ ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. જ્યારે ત્રીજી ટેસ્ટ ડ્રો ગઈ હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch