Tue,14 July 2020,12:24 pm
Print
header

અનલોક-2ની આ રહી ગાઇડલાઇન્સ, જાણો 31 જુલાઇ સુધીના નવા નિયમો ?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની મહામારીમાં લોકડાઉનમાં છૂટ પછી હાલમાં અનલોક-1 ની અવધિ આવતીકાલે પુરી થઇ રહી છે, તે પહેલા કેન્દ્ર સરકારે અનલોક-2ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેના નિયમો 31 જુલાઇ સુધી લાગુ રહેશે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સ્કૂલો-કોલેજો, કોચિંગ ક્લાસ બંધ રહેશે, આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ પ્રતિબંધ રહેશે, ઇમરજન્સીમાં ગૃહમંત્રાલય તરફથી મંજૂરી લેવાની રહેશે. હાલમાં મેટ્રો ટ્રેન સેવા, સિનેમા હોલ, સ્વિમીંગ પુલ, થિયેટર અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રહેશે. સાથે જ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે. દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે કર્ફ્યૂ રહેશે. આ નિયમો 1 જુલાઇથી 31 જુલાઇ સુધી લાગુ રહેશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->