નવી દિલ્હી: આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સીન પાકિસ્તાનને મળશે પાકિસ્તાનને 45 મિલિયન (સાડા ચાર કરોડ) રસીના ડોઝ આપવામાં આવશે.જે દેશની જનતાને લગાવવામાં આવશે. પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ રસી આપવામાં આવશે જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ આપવામાં આવશે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ) સચિવ આમિર અશરફ ખ્વાજાએ લોક લેખા સમિતિ(પીએસી)ને જણાવ્યું કે પાકને ભારતમાં નિર્મિત કોરોનાની રસી આ જ માર્ચ મહિને મળશે. ખ્વાજાએ કહ્યું કે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 27.5 મિલિયન લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકો સામેલ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર રસી સિનોફ્રામ (ચીન), ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા (બ્રિટન), સ્પૂતનિક-વી (રશિયા) અને કૈનસિનો બાયો (ચીન) ની નોંધણી કરાવી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાશ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરના તમામ યુદ્ધવિરામ કરારનું કડક પાલન કરવા માટે સહમત છે. જો કે કોરોનાની રસી આંતરરાષ્ટ્રીય કરાર મુજબ પાકિસ્તાનને મળવાની છે. ભારત આ રસીનો ડોઝ સીધો જ પાકિસ્તાનને આપશે નહીં.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29