નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. દેશમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ કેસ આવ્યાં છે સતત ત્રીજા દિવસે એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, દેશમાં 24 કલાકમાં 2,17,353 નવા કેસ આવ્યાં હતા વધુ 1185 લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 1,42,91,917 પર પહોંચી છે. જ્યારે 15,69,743 એક્ટિવ કેસ છે અને 1,74,308 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 11,72,23,509 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યું છે કે આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 5 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ આઈલોસેટ થઈ જાય અને જરૂરી પગલાં લે. ભારતમાં આટલી ઝડપે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે મુદ્દે નિષ્ણાતો ચેતવણી આપી હતી.
ભારતમાં અમેરિકા કરતાં પણ ખરાબ સ્થિતિ થઈ રહી હોવાનું આંકડાં દર્શાવે છે. ભારતને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા માત્ર 10 દિવસ થયા છે. તેની સામે અમેરિકાને એક લાખ કેસમાંથી બે લાખ કેસ સુધી પહોંચતા 20 દિવસનો સમય લાગ્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38