નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ - ડીઝલની કટોકટી શરૂ થઈ ગઈ છે.અનેક જગ્યાએ કલાકો સુધી પંપ બંધ રાખવા પડે છે. જેને કારણે ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. પેટ્રોલિયમ ડીલરોનું કહેવું છે કે ઓઈલ કંપનીઓ સપ્લાય કટોકટી માટે કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી. ગયા વર્ષના જૂનની સરખામણીએ આ જૂનમાં માંગ 48 થી 54 ટકાનો વધારો થયો છે. પંપ સંચાલકોની મુશ્કેલી વધી રહી છે, ગ્રાહકો અને ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપવા મુશ્કેલ બની રહ્યાં છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના પ્રમાણમાં તેલના ભાવમાં વધારો કરી શકતી નથી. તેનાથી કંપનીઓના નફામાં ઘટાડો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ ડીલરોના જણાવ્યાં અનુસાર, રિલાયન્સે તેના પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય બંધ કરી દીધો છે. નાયરા ડીઝલની માંગના માત્ર 40% અને પેટ્રોલની માંગના 50% પૂરા પાડે છે. HPCL એ એડવાન્સ પેમેન્ટ કર્યં હોવા છંતા માત્ર બે થી ત્રણ દિવસની જરૂરિયાત પુરી પાડવામાં આવી રહી છે.દેશના ઘણા ભાગોમાં આકરી ગરમીને કારણે ડાંગરમાં સિંચાઈ માટે ડીઝલની માંગ વધી છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ સંકટ પર એક નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે માન્ય કર્યું છે કે ચોક્કસ સ્થળોએ અમુક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ જૂન 2022 ના પ્રથમ છ મહિનામાં તેમાં 50 ટકાનો વધારો થયો છે.રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કર્ણાટક જેવા કેટલાક રાજ્યોમાં ચોક્કસ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલની માંગ વધી છે. પરંતુ ઉત્પાદન માંગને પહોંચી વળવા માટે પૂરતું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29