Tue,26 September 2023,5:23 am
Print
header

ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ

ઐતિહાસિક રાજદંડને લોકસભા અધ્યક્ષની બેઠક નજીક સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ ભારતને નવું સંસદ ભવન મળવા જઇ રહ્યું છે, વર્ષો પછી ભવ્ય સંસદ દેશને સમર્પિત કરવામાં આવશે, તે પહેલા તમિલનાડુના પંડિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેંગોલ સોંપ્યો હતો. મોદીએ સંતોના આર્શિવાદ લીધા હતા, પૂજા અર્ચના સાથે 21 સંતોની હાજરીમાં આ વિધી કરાઇ હતી.

1947માં સત્તા હસ્તાંતરણના પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને મળ્યો હતો સેંગોલ

નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને પંડિતોનું સ્વાગત કર્યું હતુ, આ ક્ષણે મોદીના ચહેરા પર ખુશીનો પાર ન હતો. આ સેંગોલ નવી સંસદમાં રાખવામાં આવશે. આ સેંગોલ 5 ફૂટ લાંબો છે અને તે ચાંદીથી બનેલો છે, તેના પર સોનાનો વરખ લગાવાયો છે.તેને સત્તા હસ્તાતંરણનો વારસો પણ કહેવાય છે, તેને અત્યાર સુધી એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો હતો.

આવતીકાલે હવે તેને મંત્રોચ્ચાર સાથે સંસદમાં સ્થાપિત કરવામાં આવશે, જો કે કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષોએ નવી સંસદના ઉદ્ધઘાટન સમારોહમાં આવવાની ના પાડી દીધી છે, જેને લઇને રાજનીતિ ચાલી રહી છે, જો કે મોદી સરકાર આ બધાની ચિંતા કર્યાં વગર હવે આગળ વધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch