Fri,19 April 2024,12:06 pm
Print
header

જાપાનમાં ભારતની શાન, જો બાઇડને સામેથી આવીને પીએમ મોદીને લગાવ્યાં ગળે, જુઓ વીડિયો

હિરોશિમાઃ જાપાનમાં ચાલી રહેલી G-7 સમિટમાં ભારતની શાન દેખાઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનથી માંડીને વિશ્વના અન્ય શક્તિશાળી નેતાઓ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરતા દેખાયા છે. G-7 મીટિંગ દરમિયાન ચીનને ત્યારે ચક્કર આવી ગયા જ્યારે પીએમ મોદીને શોધી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમની પાસે આવ્યાં અને તેમને ગળે લગાવ્યાં હતા. આ જોઈને પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે. ભારત જી-7માં આમંત્રિત સભ્ય તરીકે જોડાયું છે.

ભારત G-7માં G-20ના અધ્યક્ષ તરીકે ભાગ લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતની શાન વધી રહી છે. G-20ના પ્રમુખ હોવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ G-7ના મંચ પરથી ભાષણ આપશે. પીએમ મોદીના આ ભાષણ પર આખી દુનિયાની નજર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતના વલણ પર વિશ્વની નજર છે.

વડાપ્રધાન મોદીએ સવારે જાપાનમાં એક ઈન્ટરવ્યૂંમાં કહ્યું છે કે ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, તે વિવાદોને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિની વાત કરે છે અને વધતી કિંમતોથી પ્રભાવિત લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે. ભારત આક્રમણની નિંદા કરતા યુએન જનરલ એસેમ્બલીના ઠરાવોથી દૂર રહ્યું, પરંતુ યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદો, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ રહ્યું. ભારત યુક્રેન સંકટના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે અને સંયુક્ત રાષ્ટ્ર અને તેનાથી આગળ રચનાત્મક યોગદાન આપવા માટે તૈયાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch