Thu,25 April 2024,4:06 pm
Print
header

સ્વતંત્રતા દિવસ પર ચીન-પાકિસ્તાનને ચેતવણી, લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યું વિસ્તારવાદ, આતંકવાદને જડબાતોડ જવાબ મળશે

નવી દિલ્હીઃ દેશ આજે 75 મા સ્વતંત્રતા દિવસની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરી રહ્યો છે દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ધ્વજવંદન કર્યું છે, લાલ કિલ્લા પરથી પીએમ નરેન્દ્ર મોદીએ પણ તિરંગાને સલામી આપી હતી. સંબોધનમાં તેમને આડકતરી રીતે દુશ્મન દેશ ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહી દીધું કે વિસ્તારવાદ અને આતંકવાદને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ચીને ભારતની જમીન પર કબ્જો કર્યાં પછીના ઘટનાક્રમમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને ચીનના પણ અનેક જવાનો માર્યાં ગયા હતા. મોદીએ રક્ષાક્ષેત્રમા આત્મનિર્ભર થવા કંપનીઓને પ્રોત્સાહન આપવાની વાત કરી સાથે જ કહ્યું કે ભારતી સેનાને બધી જ રીતે મજબૂત બનાવવા તેમની સરકાર કામ કરી રહી છે.

મોદીએ દલીતો અને આદિવાસીઓ માટેના આરક્ષણના સંકલ્પને પણ ફરીથી યાદ કરીને તેમને મદદ મળવી જોઇએ તેવી વાત કરી, કહ્યું સંઘ પણ તેની તરફેણમાં છે, સાથે જ સૈનિક સ્કૂલોમાં હવે છોકરીઓને પણ એડમિશન આપીને ભણાવવામાં આવશે તેવી મોટી જાહેરાત પણ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch