Thu,25 April 2024,1:56 pm
Print
header

ખેડૂત આંદોલનનો મુદ્દો બની રહ્યો છે વૈશ્વિક, હવે બ્રિટનની સંસદમાં પણ થઇ ચર્ચા

નવી દિલ્હીઃ મહિનાઓથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય બની રહ્યો છે અગાઉ કેનડા જેવા દેશોએ આ મામલે મોદી સરકારને સલાહ આપી હતી હવે બ્રિટનની સંસદમાં પણ આ મુદ્દો ગુંજ્યો છે. મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે બ્રિટનની સંસદમાં માંગ કરાઇ છે કે મોદી સરકાર પર દબાણ કરીને ખેડૂતોને તેમના અધિકાર આપવામાં આવે. એક ઓનલાઇન પિટિશનમાં હજારો લોકોનું સમર્થન મળ્યાં પછી આ માંગ કરવામાં આવી છે.

લંડનમાં અંદાજે 90 મિનીટ સુધી આ ચર્ચા ચાલી હતી જેમાં લેબર પાર્ટીના 12 સાંસદોએ આ મુદ્દો ઉપાડીને ખેડૂતોની સુરક્ષાની માંગ કરી છે આ ટીમમાં જેરેમી કોર્બિન પણ સામેલ છે જેઓ પહેલાથી જ મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે તેઓ અગાઉ પણ ખેડૂતોને લઇને ટ્વીટ કરી ચુક્યાં છે અને તેમની મદદ કરવા ઇચ્છે છે. જો કે સત્તાધારી પાર્ટીનું કહેવું છે કે આ મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે તેમાં બ્રિટિશ સરકાર કોઇ દખલગીરી કરશે નહીં. નોંધનિય છે કે ખેડૂત આંદોલનના સમર્થનમાં લંડનમાં પણ પ્રદર્શનો થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch