Thu,25 April 2024,6:54 pm
Print
header

લોકડાઉનમાં હળવાશ પછી કોરોનાનો રાફડો ફાટ્યો, દેશમાં 24 કલાકમાં 7466 નવા કેસ, 175 મોત

પ્રતિકાત્મક ફોટો 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે, લોકડાઉનમાં થોડી છૂટછાટ આપ્યાં પછી સ્થિતી ચિંતાજનક બની રહી છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 7466 કેસ આવ્યાં છે અને વધુ 175 લોકોનાં મોત થઇ ગયા છે. દેશમાં કોરોનાં વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા 1 લાખ 65 હજાર ઉપર પહોંચી ગઇ છે, જેમાંથી 70 હજાર જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, મોતનો આંકડો 4700 ઉપર પહોંચી ગયો છે.  

દેશમાં સૌથી વધારે ચિંતાનજક સ્થિતી મહારાષ્ટ્રમાં છે, અહી કોરોનાનાં દર્દીઓનો આંકડો 60 હજાર નજીક પહોંચી ગયો છે, જેમાંથી 18 હજાર જેટલા લોકો સાજા થયા છે. 1982 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે. તમિલનાડુમાં 19 હજાર કરતા વધુ કેસ છે, દિલ્હીમાં 16 હજાર અને ગુજરાતમાં 15 હજાર જેટલા લોકો કોરોના વાઇરસનો ભોગ બન્યાં છે. કેટલાક લોકો સાજા પણ થયા છે, ત્યારે આગામી સમયમાં પણ કોરોનાનો આંકડો વધવાની પુરી શક્યતા છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch