Fri,19 April 2024,12:41 pm
Print
header

કોરોનાથી ગંભીર સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ નવા કેસ, 551નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના મહત્તમ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 28,637 નવા કેસ  સામે આવ્યાં છે, આ સાથે દેશમાં કોરોના ચેપના દર્દીઓની કુલ સંખ્યા 8,49,553 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા અહેવાલ મુજબ, શનિવારે દેશમાં 28, 637 પોઝિટિવ કેસ નોંધાયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 551 લોકોનાં મોત નીપજ્યાં છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 5,34,620 પર પહોંચી ગઈ છે, જ્યારે દેશમાં 2,92,258 લોકો હજી પણ ચેપગ્રસ્ત છે. અત્યાર સુધીમાં લગભગ 62.93 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. ચેપના કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19 ના 26,000 થી વધુ કેસ નોંધાયાં છે.

છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા 551 લોકોમાંથી 223 લોકો મહારાષ્ટ્રના, 70 કર્ણાટકના, 70 તમિલનાડુના, 34 દિલ્હીથી, 26 પશ્ચિમ બંગાળના, 24 ઉત્તર પ્રદેશના, 17 આંધ્ર પ્રદેશના, 12, બિહારના, 10 ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના છે, તેલંગણાના 9, આસામ અને પંજાબમાંથી 8 અને હરિયાણાના 7 છે, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં 6-6 લોકોનાં મોત નીપજ્યાં છે. ઓડિશામાં 5, ગોવામાં 3, કેરળમાં 2 અને પુડિચેરી અને ત્રિપુરામાં 1-1 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

ત્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાનો વિષય છે, જો કે સામે સાજા થનારા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે, તેમ છંતા નાગરિકોએ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ અને કોરોના સામેની લડાઇને મજબૂત કરવી જોઇએ.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch