Fri,19 April 2024,2:06 pm
Print
header

ભારતમાં એક દિવસમાં કોરોનાના 227 કેસ ઉમેરાયા, કુલ 1440 કેસ અને 45 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં થોડો વધારો થયો છે, 1 દિવસમાં 227 જેટલા નવા કેસ નોંધાયા છે, તે સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યાં 1450 જેટલી થઇ ગઇ છે, અત્યાર સુધી કોરોનાથી 45 લોકોનાં મોત થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં 35, કેરળમાં 30 અને દિલ્હીમાં વધુ 25 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે, ઉપરાંત યુપી, પશ્વિમ બંગાળ, છત્તીસગઢ, ગુજરાત અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યાં છે. જો કે દેશમાં 100 જેટલા લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તેઓ સ્વસ્થ થઇ ગયા છે.

જો કે લોકડાઉનને કારણે કોરોનાનો ફેલાવો અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓછો છે, લોકોએ ઘરોમાં રહીને કોરોના સામેની જંગમાં ભાગીદારી આપતા કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી નથી. સૌથી વધુ મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસ નોંધાયા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch