Thu,25 April 2024,5:45 pm
Print
header

Corona Virus India: ભારતમાં 71 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા એક્ટિવ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આજના આંકડા પ્રમાણે દેશમાં 71 દિવસ બાદ આજે સૌથી ઓછા કેસ નોંધાયા છે, તેમ છતાં એક્ટિવ કેસ બાબતે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે જો કે દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ વધ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,03,570 લોકો કોરોનાથી સાજા થયા છે. 24 કલાકમાં 2330 લોકોનાંથી મોત થયા છે. કુલ કેસની સંખ્યા બે કરોડ 97 લાખ હજાર 313 પર પહોંચી છે. જે પૈકી 2 કરોડ 84 લાખ 91 હજાર 670 લોકો સાજા થઈ ગયા છે. હાલ એક્ટિવ કેસ 8 લાખ 26 હજાર 740 છે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,81,903 છે.

દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડ 55 લાખ 19 હજાર 251 લોકોને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આઈસીએમઆર મુજબ 16 જૂન સુધીમાં દેશમાં 38 લાખ 52 હજાર 38 હજાર 220 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ભારતમાં ડેઈલી પોઝિટિવિટી રેટ સતત 10 દિવસથી 5 ટકાથી ઓછો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch