Tue,16 April 2024,2:42 pm
Print
header

ભારતમાં કોરોનાના 420 કેસ, 8 લોકોનાં મોત પછી PM મોદીએ કહ્યું તમે નિયમોનું પાલન નથી કરતા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના 420 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, કુલ 8 લોકોનાં મોત થઇ ગયા છે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા છે, અહી સ્થિતી ડરાવનારી છે, દેશના 22 રાજ્યોમાં કોરોનાનો વાઇરસ ફેલાઇ ગયો છે, દેશના અનેક શહેરોમાં લોકડાઉનની સ્થિતી હોવા છંતા જનતા ઘરોની બહાર નીકળી રહી છે, અનેક જગ્યાએ રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ફરીથી દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ મહેરબાની કરીને ઘરોમાં જ રહે, વારંવાર કહેવા છંતા નિયમોનું પાલન નથી થઇ રહ્યું છે, 31 માર્ચ સુધી દુકાનો, મોલ, વાહન વ્યવહાર, કંપનીઓ બંધ રાખવા આદેશ કરાયો છે, તેમ છંતા તેનું યોગ્ય રીતે પાલન નથી થઇ રહ્યું, જેને કારણે સ્થિતી બગડી શકે છે, ત્યારે પીએમ મોદીની બીજી અપીલને ધ્યાનમાં રાખીને લોકોએ કોરોના સામેની જંગમાં સાથ આપવો જોઇએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch