Wed,24 April 2024,6:31 pm
Print
header

LAC પર ચીની સેનાની પીછેહટ,અજિત ડોવાલ સાથેની ચીનના વિદેશમંત્રીની ચર્ચા પછી નિર્ણય

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. એલએસી પર તેની અસર દેખાવાનું શરૂ થયું છે અને ચીની સેના ગલવાન ખીણથી 1-2 કિમી દૂર પાછા ફરી છે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી. જે પછી બંને દેશો વચ્ચે આ સમજૂતી થઈ છે. વાંગ યી ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે. લાંબા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. તેના સમાધાન માટે બંને દેશોના પ્રતિનિધિઓ નક્કી કરવામાં આવ્યાં છે, અજિત ડોવાલ ભારત તરફથી કાયમી પ્રતિનિધિ છે.

ડોવાલે સરહદ પર શાંતિ સ્થાપિત કરવા માટે ચીન સાથે વાત કરી હતી અને સાથે મળીને કામ કરવાની સહમતી કરી હતી. બંને સંમત થયા છે કે ગલવાન જેવી  ઘટનાઓ ભવિષ્યમાં ન બને. આ ઉપરાંત સરહદ પર ફેઝ વાઈઝ સેના પાછી ખેંચવા અંગે પણ સમજૂતી થઈ છે. બંને પક્ષો સરહદ પરના વિવાદ પર ચર્ચા કરવાનું ચાલુ રાખશે. આ વાતચીત પછી.

નોંધનિય છે કે સોમવારે એ વાત પ્રકાશમાં આવી હતી કે ચીની સેનાએ ગલવાન ખીણમાંથી લગભગ એકથી બે કિ.મી.ના અંતરે તેમના તંબુઓને તોડી નાખવાનું શરૂ કર્યું છે. ચીન અને ભારત વચ્ચે સરહદ પર મે મહિનાથી તણાવ હતો. 30 જૂને બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના આધારે હવે સેના પીછેહઠ કરી છે. ચીની સેનાએ તેના તંબૂ, સામાન અને સૈનિકો બે કિ.મી. પાછા ખસેડ્યાં છે. 

હવે ચકાસણી માટે 2 કલાક નક્કી કરવામાં આવ્યા છે, આ દરમિયાન કોઈ ટક્કર ન થાય તે માટે બફર ઝોન બનાવવામાં આવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે શાંતિ સ્થાપવા માટે આગોતરા મોરચે કેટલાક પગલા લેવામાં આવ્યાં છે, જેમાં સૈનિકો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch