Fri,19 April 2024,2:32 pm
Print
header

ભારતે ચીનને દેખાડ્યો પાવર, ચીન સરહદ પર 6 નવી ટેકરીઓ પર કર્યો કબ્જો

લદ્દાખઃ પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેતા તણાવ વચ્ચે ચીનની સરહદ પર ભારતીય સેનાએ 20 દિવસમાં મોટી સફળતા મેળવી છે. ભારતીય સેનાએ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના ઇરાદા પર પાણી ફેરવી નાખતા ચીનની સરહદ પર 6 નવી ટેકરીઓ પર કબ્જો કરી લીધો છે.

રિપોર્ટ અનુસાર, ભારતીય જવાનોએ છ નવી મોટી ટેકરીઓ પર કબ્જો કરી લીધો છે. જેમાં માગર હિલ, ગુરંગ હિલ, રેજાંગ લા રાચાના લા, મોખપારી અને ફિંગર 4 રિઝ લાઈન પર સૌથી મોટો પહાડ સામેલ છે. આ પહાડો દક્ષિણથી ઉત્તર કિનારા સુધી ફેલાયેલા છે.

ભારતીય અને ચીની સેના વચ્ચે લાઈન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ (LAC)ની સાથે ઉંચાઈ પર કબ્જો કરવા માટે સંઘર્ષ 29 ઓગસ્ટ બાદ શરુ થયો હતો. જ્યારે ચીને પેંગોંગ ઝીલના દક્ષિણી તટ પાસે થાકુંગ ક્ષેત્રના દક્ષિણમાં ઉંચાઈઓ પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, તે દરમિયાન ચીની સેનાની પહાડો પર કબ્જો કરવાની કોશિશને નિષ્ફળ કરવા માટે પેંગોંગના ઉત્તરી કિનારાથી લઈ ઝીલના દક્ષિણી કિનારા સુધી ઓછામાં ઓછા ત્રણ સ્થળે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું.

ભારતીય સેના દ્વારા પહાડ પર કબ્જો કર્યા બાદ ચીની સેનાએ પોતાની સંયુક્ત બ્રિગેડની લગભગ ત્રણ હજારથી વધુ ટૂકડીઓને તૈનાત કરી દીધી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વધારાની સેના સાથે ચીની ચેનાની મોલ્ડો ગેરીસન પણ પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા સક્રીય થઈ ગઈ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની દેખરેખમાં ચીન વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, એલએસી પર બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઘણીવાર આમને સામનો થઈ ચૂક્યો છે. જૂનમાં ગલવાન ઘાટીમાં ભારત ચીન વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે અનેક ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા પરંતુ ચીને માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch