Thu,25 April 2024,11:29 pm
Print
header

ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતથી PM મોદી ખુશ, જાણો ટ્વીટ કરીને આખી ટીમ માટે શું કહ્યું ?

India vs Australia: ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં 3 વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 328 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 7 વિકેટે 329 રન બનાવ્યાં. આ રીતે ભારતે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે આપણે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતા પર બહુજ ખુશ છીએ, તેમની ઉર્જા અને ઝનૂન આખી રમત દરમિયાન દેખાતુ હતુ. ઉમદા દ્રઢ ઇરાદા, ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ દેખાયો. ટીમને અભિનંદન. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ....

ભારતની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું યોગદાન અમૂલ્ય રહ્યું. ગિલે 91, પંતે 89* અને પૂજારાએ 56 રન કર્યા. આ જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે 5 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે. ભારતની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયામાં અનેક દિગ્ગજ હસ્તીઓ ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે.

ભારત તરફથી બીજી ઈનિંગમાં યુવા ઓપનર શુભમન ગિલે 91 જ્યારે રિષભ પંતે અણનમ 89 રન બનાવ્યાં. પૂજારાએ 56 રનનું યોગદાન આપ્યું હતું. એડિલેડમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ત્યાર બાદ ભારતે મેલબોર્નમાં જીત મેળવી અને સિડની ટેસ્ટ ડ્રો કરાવી હતી, ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યાં. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યાં છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન

ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch