Wed,24 April 2024,5:19 pm
Print
header

રાજકોટમાં આજે થશે રનનો વરસાદ, ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે ત્રીજી ટી-20 મેચ- Gujarat Post

શુક્રવારે ભારતીય ટીમનું રાજકોટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું

ત્રણ મેચની સીરિઝમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે

આજની મેચ જીતનારી ટીમને મળશે ટ્રોફી

રાજકોટઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી-20ની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો બે રનથી વિજય થયો હતો, તે જ સમયે, ગુરુવારે બીજી ટી -20 માં શ્રીલંકાએ ભારતને 16 રનથી હરાવીને શ્રેણીને 1-1થી બરાબર કરી હતી.

છેલ્લી બે મેચોમાં નિષ્ફળ રહેલા ટોચના ક્રમના ભારતીય બેટ્સમેનોએ શ્રેણી જીતવા આખરી મેચમાં રાજકોટની સપાટ પીચ પર શક્ય એટલા વધુ રન ફટકારવા પડશે. ઉપરાંત ફાસ્ટ બોલર ઉમરાન મલિક, શિવમ માવી અને અર્શદીપ સિંઘે પણ  ઘાતક બોલિંગ કરવી પડશે.

રાજકોટની પીચ બેટ્સમેન ફ્રેન્ડલી છે. ઝાકળની વચ્ચે સપાટ પિચ પર ઘણા રન બનાવવામાં આવે છે. તેથી જે પણ કેપ્ટન ટોસ જીતશે તે બાદમાં બેટિંગ કરવા માંગશે.અહીં છેલ્લી ચાર ટી-20 મેચમાં સૌથી વધુ 202 રન છે, જે ભારતે 10 ઓક્ટોબર, 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે નોંધાવ્યાં હતા.

પ્રથમ ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બોલરોએ બીજી મેચમાં વધારે રન આપ્યાં હતા. આઇસીસીના બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર 2022ના એવોર્ડની દાવેદારીમાં રહેલા અર્શદીપ સિંઘે બે ઓવરમાં પાંચ નો બોલ નાંખ્યા હતા.પહેલી જ ઓવરમાં તેણે સતત ત્રણ નો હેર નાંખ્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ટી-20માં સતત ત્રણ નો-બોલ ફેંકનારો સૌપ્રથમ ભારતીય બોલર બન્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch