Fri,19 April 2024,9:28 pm
Print
header

શ્રીલંકા સામે ચમકી હાર્દિક પંડ્યાની નવી ટીમ ઇન્ડિયા, આ પાંચ સ્ટાર્સ હતા સીરીઝના અસલી હીરો

રાજકોટઃ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરીઝ 2-1થી જીતી લીધી છે. શનિવારે રાજકોટમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ 91 રનથી વિજય મેળવ્યો હતો. શ્રેણીની ત્રીજી મેચ એકતરફી રહી હતી.આ ટી-20 શ્રેણી જીત ટીમ ઇન્ડિયા માટે ઘણું મહત્વ ધરાવે છે.વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા સિનિયર ખેલાડીઓને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. યુવા ખેલાડીઓને તક મળી અને તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને બતાવી દીધું કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

1. અક્ષર પટેલ : ડાબોડી સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાને તેની ખોટ સાલવા દીધી નથી. ત્રણ મેચોની આ ટી- 20 સીરીઝમાં અક્ષર પટેલે 117 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી હતી.બીજી ટી-20 મેચમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ લાંબા સમય સુધી ચાહકોના મનમાં છવાયેલી રહેશે. અક્ષર પટેલને તેના ઓલરાઉન્ડ દેખાવને કારણે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. 

2.સૂર્યકુમાર યાદવ: વિશ્વના નંબર-1 ટી-20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું શાનદાર ફોર્મ આ શ્રેણીમાં પણ જારી રહ્યું હતું. સૂર્યાએ ત્રણ મેચમાં 85ની એવરેજ અને 175.25ની સ્ટ્રાઇક રેટથી 170 રન બનાવ્યાં હતા. દરમિયાન તેના બેટમાંથી એક સદી અને એક અડધી સદી નીકળી હતી.આ સિરીઝમાં સૂર્યાએ 12 સિક્સર અને 11 ફોર ફટકારી હતી અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. 

3. ઉમરાન મલિક : ફાસ્ટ બોલર ઉમરાન મલિક માટે આ શ્રેણી ખૂબ જ શાનદાર રહી હતી. ઉમરાન મલિકે ત્રણ મેચમાં માત્ર 15.14ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિકે આ ટી-20 શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. 

4. શિવમ માવી: ફાસ્ટ બોલર શિવમ માવીએ આ શ્રેણી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં શિવમ માવીએ ચાર વિકેટ ઝડપીને ડ્રીમ ડેબ્યૂ કર્યું હતુ.જો કે ત્યાર બાદની બંને મેચમાં શિવમ માવી વિકેટ ઝડપી શક્યો ન હતો.

5. હાર્દિક પંડ્યાઃ કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિરીઝમાં ભારતીય ટીમનો સ્ટાર પર્ફોમર રહ્યો હતો. હાર્દિકે ત્રણ વિકેટ ઝડપવા ઉપરાંત બેટથી માત્ર 45 રન જ બનાવ્યાં હતા, તેની કેપ્ટન્સી શાનદાર રહી હતી અને કેટલાક રસપ્રદ નિર્ણયો જોવા મળ્યા હતા. ઉદાહરણ તરીકે શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં તેણે અક્ષર પટેલને છેલ્લી ઓવર બોલિંગ કરાવી હતી, જ્યારે ત્રીજી ટી-20માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિકની કેપ્ટન્સીમાં આ સતત ત્રીજી ટી-20 શ્રેણી જીત છે. હાર્દિકે આયરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ ટીમને જીત અપાવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch