Fri,19 April 2024,12:11 pm
Print
header

ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ જોવા પહોંચ્યા મોદી, બંને ટીમોના કેપ્ટનનું કર્યું સન્માન

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજથી શરૂ થઈ રહી છે. આ મેચને જોવા માટે બંને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. પ્રથમ દિવસની રમત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝની નજર રહેશે. આ મેચ અગાઉ બંને દેશોના વડાપ્રધાનોએ પોતાના દેશની ક્રિકેટ ટીમના કેપ્ટનોને સન્માનિત કર્યાં હતા તેમને ખાસ ટેસ્ટ મેચ માટે કેપ પણ આપી હતી. આ પછી બંને વડાપ્રધાને સ્ટેડિયમનો રાઉન્ડ પણ લગાવ્યો હતો. આ સમય દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ભરેલું છે.

આ મેચમાં ટોસ માટે ખાસ સિક્કો બનાવવામાં આવ્યો હતો, જેમાં બંને દેશોની 75 વર્ષની ક્રિકેટ સાથે જોડાયેલી યાદો બતાવવામાં આવી હતી. ટોસ બાદ રવિ શાસ્ત્રીએ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી ખાસ યાદો વિશે જણાવ્યું હતું, તેમની તસવીરો પણ બતાવી હતી. દરમિયાન રવિ શાસ્ત્રીએ બંને નેતાઓને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદો વિશે પણ જણાવ્યું હતું.

બંને દેશોના વડાપ્રધાનોના સ્વાગત માટે સ્ટેડિયમ પરિષરમાં વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. બિલબોર્ડ્સ પરની પંચલાઇન ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષ છે. આ હોર્ડિંગ્સમાં બંને દેશોના ભૂતપૂર્વ અને હાલના ક્રિકેટ લેજન્ડ્સ પણ છે. હોર્ડિંગ્સ માત્ર કોરિડોર, પ્રેક્ટિસ એરિયા અને અન્ય વોક-વેમાં જ મૂકવામાં આવ્યા નથી, પરંતુ પરંપરાગત સાઇટસ્ક્રીનની નજીક પણ એક અગ્રણી સ્થાન મળ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેઠક ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં લગભગ 1.25 લાખ લોકો એક સાથે મેચ જોઈ શકે છે. આ સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યાં બાદ પીએમ મોદી પહેલીવાર અહીં મેચ જોશે. આ પહેલા તેઓ અહીં એક કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળ્યાં હતા.

ભારતીય ટીમ ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે ઈનિંગ અને 132 રનથી વિજય મેળવ્યો. જે પછી તેણે દિલ્હી ટેસ્ટમાં છ વિકેટથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ઈન્દોરમાં વાપસી કરી હતી. તેણે ત્રીજી ટેસ્ટ નવ વિકેટે જીતીને શ્રેણીમાં વાપસી કરી હતી. ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી ખૂબ જ જરૂરી છે. જો તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવું હોય તો તેણે આ ટેસ્ટ જીતવી જ પડે તેમ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch