Wed,24 April 2024,7:24 am
Print
header

તહેવારો પહેલા તમને મોટો ઝટકો, RBI એ રેપોરેટ વધારતા હોમ લોન થશે મોંઘી- gujarat post

મુંબઇઃ દિવાળીના તહેવારો પહેલા RBI એ મોટો ઝટકો આપ્યો છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટમાં 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે, જેને લઇને હવે હોમ લોનના વ્યાજદરોમાં વધારો થશે, દેશની પ્રાયવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો ટૂંક સમયમાં જ હોમ લોન પરના વ્યાજદરોમાં વધારો કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ આ જાહેરાત કરાઇ છે. ફૂગાવા પર કાબૂ મેળવવા અને ડોલર સામે રૂપિયાના ઘટતા મૂલ્યને રોકવા બેંકે આ નિર્ણય કર્યાનું જણાવ્યું છે, નવો રેપોરેટ 5.90 ટકા કરાયો છે, આ વર્ષમાં અંદાજે ચોથી વખત બેંકે આ દરોમાં વધારો કર્યો છે.

મે 2022 થી અત્યાર સુધીમાં રેપોરેટમાં 1.40 ટકાનો વધારો કરાયો છે, જેને કારણે પહેલા પણ બેંકોએ વ્યાજદરોમાં મોટો વધારો કર્યો હતો, હવે સામાન્ય હોમ લોન ધારકોને બેંકો વ્યાજદર વધારીને મોટો ફટકો આપશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch