સુરતઃ જાણીતા ગજેરા પરિવારના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર લોબીના અગ્રણી અનિલ બગદાણા પર ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે છે. છેલ્લા 72 કલાકથી ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગના દિગ્ગજોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આજે જ્યારે મીડિયાની ટીમ વસંત ગજેરાના ભાઈ ધીરુ ગજેરાના નિવાસસ્થાને પહોંચી ત્યારે એક ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા. રેડ અંગેના સવાલોથી બચવા માટે ધીરુ ગજેરા કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા. હું આ રેડ વિશે કંઈ જાણતો નથી, બપોર પછી મળો તેમ કહી તેઓ ઉતાવળમાં ગાડી હંકારીને ત્યાંથી નીકળી ગયા હતા.
આઈટી વિભાગની પ્રાથમિક તપાસમાં કરચોરીની જે પદ્ધતિ સામે આવી છે તે અધિકારીઓને પણ ચોંકાવી દે તેવી છે. જેમાં જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવા માટે પહેલા અન્ય વ્યક્તિઓના નામે જમીન ખરીદવી અને ત્યારબાદ ચોક્કસ ગોઠવણ કરી પોતાના નામે ટ્રાન્સફર કરવાનું મોટું કૌભાંડ હોવાની આશંકા છે.
ગજેરા પરિવારના સભ્યો ડઝનબંધ કંપનીઓમાં ડિરેક્ટર પદ ધરાવે છે. વસંત ગજેરા 32, ચુની ગજેરા 41, વૃષાલ 23 અને જતીન ગજેરા 8 કંપનીઓમાં ડિરેક્ટર છે. આ તમામ કંપનીઓના બેંકિંગ વ્યવહારો હવે તપાસ હેઠળ છે.તેમજ વસંત ગજેરાએ તેમના વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે.
આઈટી વિભાગને 10 દિવસ પહેલા આપેલી નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. અત્યાર સુધીની તપાસમાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે કરાયા છે. શેરબજારમાં કરેલા જંગી રોકાણોના પુરાવા મળ્યા છે. મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીની જ્વેલરી સીઝ કરવામાં આવી છે. હજુ પણ અનેક બેંક લોકરો ખોલવાના બાકી છે. આગામી દિવસોમાં સુરતના ઇતિહાસનો આ સૌથી મોટો કાળા નાણાંનો પર્દાફાશ થઈ શકે છે અને બેનામી મિલકતોનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
સુરતમાં ચિરાગ ગોટીનો તાલીબાની આતંક, વધુ એક કેસ સામે આવ્યો - Gujarat Post | 2026-02-12 17:08:37
સુરત: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ, વીડિયો વાયરલ કરનાર મહેસાણાનો શખ્સ જેલભેગો - Gujarat Post | 2026-02-11 18:49:28
સુરતમાં સામૂહિક આપઘાત, પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીતા અરેરાટી | 2026-02-10 13:40:33
DRI અને કસ્ટમનું સુરત એરપોર્ટ પર ઓપરેશન, રૂ. 9 કરોડનો ગાંજો જપ્ત, અમદાવાદ એરપોર્ટ પર પણ લાખો રૂપિયાનું સોનુ જપ્ત | 2026-02-09 11:17:20