અમદાવાદઃ રાજ્ય પર સર્જાયેલી એકથી વધુ વરસાદી સિસ્ટમના કારણે હાલ ચોમાસું જામ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થેયલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ પડ્યો છે. અમાદાવાદમાં પણ મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
ખાંભા સિવાય રાજુલામાં 6.73 ઇંચ, ઉનામાં 6.42 ઇંચ, ગણદેવીમાં 6.38 ઇંચ, મહુવા(ભાવનગર)માં 6.06 ઇંચ, ચીખલીમાં 5.67 ઇંચ, જલાલપોરમાં 4.84 ઇંચ, નવસારીમાં 4.8 ઇંચ, જાફરાબાદમાં 3.9 ઇંચ, સાવરકુંડલામાં 3.54 ઇંચ વરસ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50