Wed,24 April 2024,9:48 pm
Print
header

Ahmedabad: ઓગસ્ટમાં જુગારીઓ પાસેથી રોકડ ઝડપાવાના પ્રમાણમાં 1800 ટકાનો આવ્યો તોતિંગ ઉછાળો

સાતમ-આઠમ પર મોટા પાયે રમવામાં આવે છે જુગાર

(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનામાં આવતાં સાતમ-આઠમના તહેવાર પર જુગાર રમવાનું પ્રમાણ વધી જાય છે.સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક જગ્યાઓએ આ દિવસો દરમિયાન મહિલાઓ પણ મોટી સંખ્યામાં જુગાર રમતી હોય છે. ચાલુ મહિને પોલીસે જુગારીઓ પાસેથી 26 લાખ રોકડા જપ્ત કર્યા છે, જે 1800 ટકાનો વધારો સૂચવે છે.

1 ઓગસ્ટના રોજ અમદાવાદમાં જુગારના 5 કેસ નોંધાયા હતા,18 લોકોની ધરપકડ કરીને 27,370 રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતા. 29 ઓગસ્ટના રોજ 26 કેસ નોંધાયા હતા, 144 શકુનીઓ પાસેથી રોકડા રૂ. 5,19,420 જપ્ત કરાયા હતા. 1 થી 29 ઓગસ્ટ દરમિયાન પોલીસે જુગારના 194 કેસ કરીને 945 લોકોને ઝડપીને 26,29,985 રૂપિયા જપ્ત કર્યા હતા.

પોલીસના જણાવ્યાં મુજબ અમદાવાદમાં રવિવારે સાતમના દિવસે જુગારધારાના સૌથી વધુ 26 કેસ નોંધીને 144 લોકો પાસેથી 5.19 લાખ સીઝ કરાયા હતા.જન્માષ્ટમી પર જુગાર રમવાની પરંપરા હોવાથી આવા કેસ વધારે પ્રમાણમાં નોંધાય છે.સેક્ટર 1ના જોઈન્ટ પોલીસ કમિશ્નર આર વી અસારીના જણાવ્યાં મુજબ સાતમ-આઠમ પર જુગાર રમી રહેલા લોકો પર પોલીસની નજર છે અને તેઓ કાર્યવાહી કરી રહ્યાં છે તેમ છંતા જુગાર રમવાનું પ્રમાણ વધી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch