નવી દિલ્હીઃ દેશમાં વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાને પગલે સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાયો થયો છે. સોમવારે પેટ્રોલમાં રૂ. 2.61 અને ડીઝલમાં રૂ. 2.71 પ્રતિ લિટરનો તોતિંગ વધારો થયો હતો. આ ભાવવધારાની સાથે જ હવે દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તો ભાજપે ભાવવધારા મુદ્દે કોંગ્રેસ શાસિત રાજ્યો પર આકરા પ્રહારો કર્યા છે.
ઈંધણના ભાવ વધતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરી છે. ભાજપનો દાવો છે કે દેશના તમામ રાજ્યોમાં કેન્દ્રીય આબકારી જકાત એક સમાન હોવા છતાં, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યો કરતાં મોંઘું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે.
ભાજપ શાસિત રાજ્યો દિલ્હીમાં પેટ્રોલ રૂ. 102 અને ગુજરાતમાં રૂ. 101 પ્રતિ લિટર છે. જ્યારે કોંગ્રેસ- વિપક્ષ શાસિત રાજ્યો તેલંગાણામાં રૂ.118, કેરલમમાં રૂ. 114 અને કર્ણાટકમાં રૂ. 110 પ્રતિ લિટર પેટ્રોલ છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે જે કોંગ્રેસ કેન્દ્ર સરકારને મોંઘવારી પર ઉપદેશ આપે છે, તે પોતે જ પોતાના રાજ્યના લોકો પર લિટરે 16 રૂપિયા વધુ ટેક્સ લગાવી રહી છે. ભાજપે રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસને દંભી ગણાવી છે.
સોમવારના વધારા બાદ દેશના 13 રાજ્યોમાં પેટ્રોલની કિંમત રૂ. 110 પ્રતિ લિટરથી વધુ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે આ 13 રાજ્યોમાંથી 9 રાજ્યોમાં ભાજપ અથવા NDA ગઠબંધનની સરકાર છે. જ્યારે 4 રાજ્યોમાં કોંગ્રેસ કે તેના ગઠબંધનની સરકાર છે. આંદામાન અને નિકોબાર, અરૂણાચલ પ્રદેશ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવમાં પેટ્રોલની કિંમત હજુ પણ રૂ. 100થી ઓછી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39