Tue,17 June 2025,10:26 am
Print
header

બાવળામાં ગેસ્ટહાઉસમાં થતા ગર્ભપાતનો પર્દાફાશ, નર્સિંગ કરેલી મહિલા ચલાવતી હતી રેકેટ - Gujarat Post

  • Published By
  • 2025-05-28 15:11:25
  • /

અમદાવાદઃ બાવળા વિસ્તારમાં પોલીસે ગેસ્ટ હાઉસમાં દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતાં ગર્ભપાત રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગેસ્ટ હાઉસમાંથી એક ભ્રૂણ મળ્યું છે, નર્સ અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ગર્ભપાત કરનાર નર્સ, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

બાવળા SOGના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે નર્સ હેમલતા કલ્પેશભાઇ દરજી ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનું કામ કરી રહ્યાં હતા. ગેસ્ટ હાઉસમાં ગર્ભપાતની ક્રિયા ચાલું હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે ગેસ્ટ હાઉસમાં રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી, ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણની ભ્રૂણ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે, એએસઆઈ ભરતસિંહ ખુમાણસિંહને પેટ્રોલિંગ દરમિયાન પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માં ગર્ભપાતની પ્રક્રિયા ચાલતી હોવાની બાતમી મળી હતી. પાક્કી બાતમી હોવાથી એસઓજી ટીમે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મળીને દરોડા કર્યાં હતા.
 
આરોપી નર્સ હેમલતા દરજીએ નર્સિંગનો કોર્ષ કરેલો છે, અગાઉ સંતોકબા હોસ્પિટલ, ધોળકા ખાતે ડોક્ટર સાથે કામ કરેલું છે, આથી પોતે ગર્ભપાત કરવાની પ્રક્રિયા જાણતી હતી. જેથી પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગર્ભવતી મહિલાઓ કે જે ગર્ભપાત કરાવવા ઇચ્છીત હોય તેવી મહિલાઓનો સંપર્ક કરી તેઓ પાસેથી મોટી રકમ વસુલ કરી બાવળા ખાતે પનામા ગેસ્ટ્ હાઉસમાં રૂમ ભાડેથી રાખી ગર્ભપાત કરતી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch