Thu,25 April 2024,12:07 am
Print
header

રાજ્યમાં નાઈટ કફર્યૂ અને નિયંત્રણો અંગે આજે લેવાશે નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજય સરકાર દ્વારા ગત સપ્તાહે લંબાવાયેલા નાઈટ કર્ફ્યૂ તથા બજારમાં વ્યાપાર ધંધા અંગે જે નિયંત્રણો આવતીકાલ ગુરુવાર સુધી લંબાયેલા છે તેના પર આજે નિર્ણય લેવાય તેવા સંકેત છે. રાજયમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ ઘટતા જાય છે અને રીકવરી રેટ ઉંચો છે પરંતુ હાલમાં નાઈટ કર્ફયૂ યથાવત રાખીને વ્યાપાર ધંધા હાલ જે સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ છે તેમાં વધુ 3 કલાકની છૂટ આપીને સમય સાંજે 6 વાગ્યા સુધી કરાય તેવી શક્યતા છે.

નાઈટ કર્ફ્યૂ રાત્રીના 9થી યથાવત રહી શકે છે અથવા 1 કલાકની છૂટછાટ અપાય તેવી શકયતા છે. આજે મંત્રીમંડળની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા થશે. ખાસ કરીને બ્લેક ફંગસની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે અને સંભવત ત્રીજી લહેરની તૈયારીની સમીક્ષા થશે. તે વચ્ચે નિયંત્રણો અંગે ચર્ચા કરી સાંજે કોર ગ્રુપની બેઠકમાં કોઈ નિર્ણય લેવાય તેવા સંકેત છે. વેપારી વર્ગ હવે તમામ નિયંત્રણો ઉઠાવી લેવાના પક્ષમાં છે. વ્યાપાર-રેસ્ટોરા સહીતના ધંધાને પણ હવે વ્યાપક છૂટછાટની માંગ છે પણ સરકાર તમામ છૂટ એક સાથે આપશે નહીં હજું એક સપ્તાહ કોરોનાના કેસોની સ્થિતિની સમીક્ષા કર્યાં બાદ નિર્ણય લેવાઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar