Tue,08 October 2024,8:53 am
Print
header

ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો

મુંબઇઃ ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ પડાપડીનો માહોલ સર્જાયો છે. મુંબઈમાં સ્ટોરની બહાર લાંબી લાઈનો લાગી છે. દિગ્ગજ ટેક કંપની Appleની iPhone 16 સીરિઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ 'Its Glowtime'માં AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લૉન્ચ કરી હતી. વેચાણ શરૂ થાય તે પહેલા જ BKC સ્થિત મુંબઈના સ્ટોરમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

એપલ સ્ટોર ખુલતા પહેલા જ લોકો વહેલી સવારે સ્ટોરની બહાર દોડતા જોવા મળ્યાં હતા. આવો જ ક્રેઝ છેલ્લી વખત જ્યારે iPhone 15 લૉન્ચ થયો ત્યારે પણ જોવા મળ્યો હતો. નામના ગ્રાહકે જણાવ્યું હતું કે તે છેલ્લા 21 કલાકથી લાઇનમાં ઉભો છે. આજે આ ફોન માટે મુંબઈનું વાતાવરણ તદ્દન નવું છે. ગયા વર્ષે તે 17 કલાક લાઇનમાં ઉભો રહ્યો હતો.

કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. તેમાં તમને ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. જો કે, એક વસ્તુ એપલે  iPhone ના સમગ્ર ઇતિહાસમાં પ્રથમ વખત કરી છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ જૂના આઇફોન કરતાં ઓછી કિંમતે નવો આઇફોન લોન્ચ કર્યો છે. ખાસ કરીને ભારતમાં આવું બન્યું છે, કંપનીએ ગયા વર્ષની સમાન કિંમતે તેના ફોન લોન્ચ કર્યા હતા. એટલે કે ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ આ વખતે આખી રમત બદલાઈ ગઈ છે.

iPhone 16 અને iPhone 16 Plusની કિંમત

iPhone 16 અને iPhone 16 Plus પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જે અલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ અને બ્લેક છે. તેમાં 128GB, 256GB અને 512GB સ્ટોરેજનો વિકલ્પ છે. iPhone 16 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે અને iPhone 16 Plusની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે.

iPhone 16 Pro (128GB)ની પ્રારંભિક કિંમત રૂ. 1,19,900 છે. iPhone 16 Pro Max (256GB)ની શરૂઆતી કિંમત રૂ. 1,44,900 છે. ફીચર્સની વાત કરીએ તો તમને iPhone 16માં 6.1-ઇંચની ડિસ્પ્લે અને iPhone 16 Plusમાં 6.7-ઇંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની બ્રાઇટનેસ 2000 Nits છે. આમાં તમારી પાસે કેમેરા કેપ્ચર બટન છે, જેનો ઉપયોગ કરીને તમે એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકશો. આ સિવાય યુઝર્સ ફોટો પણ ક્લિક કરી શકશે.

આઇફોન 16 સીરીઝમાં A18 ચિપસેટ આપવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપ સાથે પણ ટક્કર આપી શકે છે. તેમાં એપલ ઈન્ટેલિજન્સનું ફીચર છે, જેની સાથે પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch