અમદાવાદ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 8.913 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, કસ્ટમ્સની ટીમે મુસાફરને અટકાવ્યો હતો અને તેના ચેક-ઇન સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાં છુપાવવામાં આવેલો આ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર,એરપોર્ટ સુરક્ષા તપાસ દરમિયાન પકડાઈ ન જવાય તે હેતુથી ગાંજો ખાસ તૈયાર કરાયેલા 14 એરટાઈટ પેકેટોમાં પેક કરીને બેગમાં કપડાં વચ્ચે છુપાવવામાં આવ્યો હતો.
કસ્ટમ્સ વિભાગે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટની જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો હતો. દાણચોરીના આ પ્રયાસ બદલ મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.
બેંગકોકમાં આ ગાંજાના સ્ત્રોત અને અમદાવાદમાં આ કન્સાઇનમેન્ટ કોને પહોંચાડવાનું હતું તેની ઓળખ કરવા માટે અધિકારીઓએ વિગતવાર તપાસ શરૂ કરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44