Mon,13 April 2026,2:24 pm
Print
header

ઈઝરાયેલ પર હૂતી વિદ્રોહીઓનો મોટો હુમલો, બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલોનો મારો ચલાવ્યો

  • Published By dilip patel
  • 2026-03-29 11:56:45
  • /
  • ઈરાન અને હિઝબુલ્લાહ સાથે મળીને ઓપરેશન ચલાવ્યું
  • ખામેનેઈના મોત બાદ વધી રહ્યો છે તનાવ 

તેલ અવીવઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ વધુ વકર્યો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ રવિવારે  ઈઝરાયેલ વિરુદ્ધ પોતાના બીજા મોટા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. હૂતીઓએ આ હુમલાને પવિત્ર જેહાદ યુદ્ધ ગણાવ્યું છે અને દક્ષિણ ઈઝરાયેલના મહત્વના સૈન્ય મથકોને નિશાન બનાવી ક્રૂઝ મિસાઈલો તથા ડ્રોનથી હુમલો કર્યો છે.

હૂતીઓના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ ટેલિગ્રામ પર એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, આ અભિયાન ઈરાન અને લેબનાનના હિઝબુલ્લાહ સાથેના સંકલનથી ચલાવવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલાઓએ પોતાના તમામ નિર્ધારિત લક્ષ્યો સફળતાપૂર્વક હાંસલ કર્યા છે.

નિવેદનમાં જણાવાયું છે કે, અમારી સેનાએ પવિત્ર જેહાદ હેઠળ બીજું સૈન્ય અભિયાન ચલાવ્યું છે, જેમાં ઝાયોની દુશ્મનના સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. જ્યાં સુધી  તમામ મોરચે આક્રમકતા સમાપ્ત નહીં થાય ત્યાં સુધી આ અભિયાનો ચાલુ રહેશે.

28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના 86 વર્ષીય સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામીનેઈ માર્યા ગયા હતા.ત્યાર પછી તેહરાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી તથા ઈઝરાયેલી ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી વાતચીત ચાલુ હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch