Thu,25 April 2024,7:55 am
Print
header

ભારતમાં કોરોનાનો રાફડો ફાટતા હોંગકોંગે ભારતની તમામ ફ્લાઈટ પર લગાવી દીધો પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે રોજના કોરોનાની કેસની સંખ્યાં 2.50 લાખની આસપાસ આવી રહી છે રોજના 1500 જેટલા લોકો મરી રહ્યાં છે ત્યારે હવે ભારતની આવી સ્થિતીને જોતા હોંગકોંગે પોતાના નાગરિકોના આરોગ્યને લઇને મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી જતી તમામ ફ્લાઇટો પર હાલ પુરતો પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ મુંબઇ-હોંગકોંગ ફ્લાઇટમાં કોરોનાના ત્રણ દર્દીઓ મળ્યાં પછી હોંગકોંગે પ્રતિબંધ લગાવ્યો હતો અને ફરી પ્રતિબંધની જાહેરાત કરી છે.

20 એપ્રિલ મંગળવારથી આગામી 3 મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે બાદમાં સમીક્ષા કરીને હોંગકોંગ સરકાર કોઇ નવો નિર્ણય કરશે. આ નિર્ણયને કારણે હોંગકોંગમાં બિઝનેસ કરતા અનેક ભારતીયોને મુશ્કેલીઓ પડશે, પરંતુ હોંગકોંગની સરકારે પોતાના દેશમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે આ નિર્ણય લીધો છે. સાથે જ હોંગકોંગે પાકિસ્તાન અને ફિલિપાઇન્સની ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મુક્યો આ દેશોમાં પણ કોરોનાના કેસો આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch