જામનગરઃ શહેરમાં ડિજિટલ યુગના યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી ટાર્ગેટ કરતી એક શાતિર ‘હનીટ્રેપ’ ગેંગ સક્રિય હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જામનગર સીટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈને આ ગેંગના ચાર સભ્યોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.
જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલા લક્ષ્મી ભવનમાં રહેતા ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મેસેજ મારફતે પ્રેમજાળમાં ફસાવી મળવા માટે બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે પોતાના હોન્ડા બાઈક પર નિયત જગ્યાએ પહોંચ્યા, ત્યારે પૂજા તેમની સાથે બાઈક પર બેસી ગઈ હતી. તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગના અન્ય ચાર સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા અને ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની બલેનો કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા.
આરોપીઓ ફરિયાદીને કારમાં અલગ-અલગ નિર્જન જગ્યાએ ફેરવતા રહ્યા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીના ગળામાંથી ચાંદીનો ચેન, હાથમાંથી ચાંદીની લકી અને ખિસ્સામાંથી રોકડા રૂ. 1,400 પડાવી લીધા હતા. આ ગંભીર મામલે ગત તા. 8/5/2026ના રોજ સીટી સી ડિવિઝન પોલીસમથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત નેટવર્ક ચલાવતી હતી જે મુખ્યત્વે ત્રણ તબક્કામાં કામ કરતી હતી. જે મુજબ પૂજા નામની યુવતી ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુરુષો સાથે મિત્રતા કેળવતી અને મીઠી-મીઠી વાતો કરીને એકાંત જગ્યાએ મળવા બોલાવતી હતી. ફરિયાદી જેવા પૂજાને મળવા પહોંચતા, ત્યાં ગેંગનો અન્ય મુખ્ય સભ્ય યશ અને તેના મિત્રો ત્રાટકતા અને યુવતી સાથેના ફોટા તથા વીડિયો પાડી લેતા હતા. આ વીડિયો સોસાયટીમાં કે પરિવારમાં વાયરલ કરવાની અથવા પોલીસ કેસ કરવાની ધમકી આપીને ભોગ બનનાર પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવતી હતી. બદનામીના ડરે મોટાભાગના લોકો પોલીસ પાસે જતા નહોતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ જામનગર, રાજકોટ, પોરબંદર અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂતકાળમાં આચરેલા અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં ખોટા લગ્ન કરાવીને છેતરપિંડીકરવાનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39