Fri,26 April 2024,12:56 am
Print
header

મધ ખાવાથી જ નહીં પરંતુ તેને નાભિ પર લગાવવાથી પણ થાય છે ઘણા ફાયદા- Gujarat Post

અત્યાર સુધી તમે તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર કરવા માટે ઘણી વખત મધ ખાધુ જ હશે. સાથે જ તમારી ત્વચા અને વાળની ​​સુંદરતા વધારવા માટે મધનો ઉપયોગ થતો જ હશે. પરંતુ શું તમે ક્યારેય તમારી નાભિ પર મધનો ઉપયોગ કર્યો છે ? શું તમે જાણો છો કે નાભિ પર મધ લગાવવાથી શું સ્વાસ્થ્યને લાભ થાય છે ? જો તમે નાભિ પર મધ લગાવવાના ફાયદા વિશે જાણતા નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે નાભિ પર મધ લગાવવાથી કઈ કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

ત્વચાની શુષ્કતા દૂર કરે છે

જો તમારી ત્વચાની શુષ્કતા કોઈપણ રીતે દૂર થતી નથી. આ માટે તમે તમારી નાભિ પર મધનો ઉપયોગ કરો. તેનાથી તમારી ત્વચાની શુષ્કતા દૂર થશે અને ત્વચામાં ગ્લો વધશે.

પિમ્પલ્સ દૂર થઇ જાય છે

ખીલની સમસ્યાને દૂર કરવામાં પણ મધ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે રાત્રે સૂતા પહેલા તમારી નાભિ પર મધનો ઉપયોગ કરો. આનાથી ખીલની સમસ્યા જલ્દી દૂર થઈ જશે.

નાભિના ચેપને અટકાવશે

જો નાભિને યોગ્ય રીતે સાફ ન કરી શકવાના કારણે તમારી નાભિમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેને દૂર કરવા માટે મધમાં આદુના રસનું એક ટીપું મિક્સ કરીને નાભિ પર લગાવો. મધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણ હોય છે જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે.

યોગ્ય પાચન જાળવે છે

આદુના રસમાં મધ મિક્સ કરીને નાભિ પર લગાવવાથી પણ તમારું પાચન બરાબર રહે છે. એટલું જ નહીં તે પેટના દુખાવામાં પણ રાહત અપાવવામાં મદદરૂપ છે.

કબજિયાતમાં રાહત આપે છે

કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે તમારી નાભિ પર મધનો ઉપયોગ પણ કરી શકો છો.તેનાથી તમારું પાચન પણ સુધરશે.જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલા દૂધમાં મધ મિક્સ કરીને પણ તેનું સેવન પણ કરી શકો છો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar