Thu,25 April 2024,3:47 pm
Print
header

અમેરિકી સંસ્થા સામે ભારતની નારાજગી, નાગરિક સંશોધન બિલ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહ પર અમેરિકામાં પ્રતિબંધની માંગ અયોગ્ય

નવી દિલ્હી: દેશમાં નાગરિક સંશોધન બિલ લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, લોકસભામાં આ બિલ પાસ થઇ ગયું છે, ટૂંક સમયમાં જ પાકિસ્તાન જેવા દેશોમાંથી આવેલા બિન મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાની શરૂઆત થશે, આ મામલે દેશમાં કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ વિરોધ શરૂ કરી દીધો છે, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના નામે અમેરિકી સંસ્થા USCIRFએ નારાજગી દર્શાવી છે, તેમને અમેરિકામાં ગૃહપ્રધાન અમિત શાહ પર પ્રતિબંધ મુકવાની અમેરિકી સરકાર પાસે માંગ કરી છે, જેની સામે ભારતે નારાજગી દર્શાવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું છે કે કોઇ પણ બિલ દેશની સંસદમાં પાસ થાય પછી તેના માટે દેશ તૈયાર છે તેમ જ માની લેવામાં આવે છે, જ્યારે કોઇ વ્યક્તિગત પ્રતિબંધની વાતો એ માત્ર પૂર્વાગ્રહ રાખીને કરાઇ રહી છે.ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ(USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક બિલ ખોટી દિશામાં ભરેલું ખતરનાક પગલું છે, જે ભારતીય બંધારણ અને ધર્મનિરપેક્ષતાથી અલગ છે, સંસ્થાનું કહેવું છે કે આ નિર્ણયથી ભારતમાં મુસ્લિમોની નાગરિકતા સંકટમાં આવી જશે, આ તમામ કાર્યવાહી માટે સંસ્થાએ ગૃહપ્રધાન અમિત શાહને જવાબદાર ઠેરવ્યાં છે, જેની સામે વિદેશ મંત્રાલયે તમામ આરોપી ફગાવીને ભારતના નિર્ણયોમાં કોઇ દખલગીરી ન કરવાનું અને ભારતમાં મુસ્લિમ સમૂદાયને આ બિલથી કોઇ જ ખતરો ન હોવાનું જણાવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch