(ફાઈલ તસવીર)
24 જુલાઈએ ચીન દ્વારા લોન્ચ કરાયો હતો ઉપગ્રહ
અમેરિકાની સાથે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણપૂર્વ એશિયા રડારમાં
બેઇજિંગઃ ચીની ઉપગ્રહનો કાટમાળ આગામી કેટલાક દિવસોમાં થોડા સમય માટે પૃથ્વી પર ક્રેશ થવાની તૈયારીમાં છે. ભારત સહિત ઘણા દેશો તેની રડારમાં છે. કેલિફોર્નિયા સ્થિત એનજીઓ એરોસ્પેસ કોર્પના જણાવ્યાં અનુસાર, 24 જુલાઈએ ચીન દ્વારા લોન્ચ કરવામાં આવેલા લોંગ માર્ચ 5 બી ઉપગ્રહનો એક ભાગ 31 જુલાઇની આસપાસ અનિયંત્રિત થઈ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. આ ઉપગ્રહનું વજન 23 મેટ્રિક ટન છે.
એરોસ્પેસની આગાહી અનુસાર કાટમાળ તૂટી પડવાના સંભવિત વિસ્તારોમાં અમેરિકાની સાથે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણપૂર્વ એશિયાનો સમાવેશ થાય છે. જો કે ચીન આ ચિંતાને નકારી રહ્યું છે.ગ્લોબલ ટાઇમ્સ અખબારે એક નિષ્ણાતને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકા એરોસ્પેસ સેક્ટરમાં ચીનના વિકાસને રોકી શક્યું નથી, તેના પર આવા બનાવટી આક્ષેપો કર્યાં છે. આલોચકોના કહેવા મુજબ યુએસની સાથે ચીનની વધતી જતી અવકાશ રેસ વિશ્વ માટે જોખમી છે.
મે 2021 માં લોંગ માર્ચ ઉપગ્રહના કેટલાક ટુકડાઓ હિંદ મહાસાગરમાં ખાબક્યા હતા. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું ચીન અવકાશના કાટમાળ સંબંધિત જવાબદાર ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44