Fri,26 April 2024,1:57 am
Print
header

ઇડર સહિત આસપાસના વિસ્તારોમાં ચંદનના લાકડાની ચોરી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ - Gujarat Post

- છેલ્લા કેટલાય સમયથી ચંદનના કિંમતી લાકડાંની કરતા હતા ચોરી

- ઈડરના ચાંડપ, સૂર્યનગર કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદન લાકડાંની ચોરી કરી હોવાનું બહાર આવ્યું

- પોલીસે મધ્યપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી

- ચોરી કરેલા ચંદનના લાકડાં ઉત્તર પ્રદેશના કનૌજ ખાતે વેચાણ કરતા હતા

- અત્યાર સુધી આરોપીઓએ 15 લાખ રૂપિયાના ચંદનની કરી ચોરી 

સાબરકાંઠાઃ ચંદનની ચોરી કરનાર ત્રણ આરોપીઓને જિલ્લા પોલીસે ઝડપી લીધા છે. જ્યારે 7 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ઝડપાયેલા આરોપી પાસેથી સુગંધિત ચંદનનો ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરવામાં આવે છે. ઇડર પંથકમાં તૈયાર થયેલા કિમતી ચંદનના લાકડાની ચોરી થઈ રહી છે, પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, ઝડપાયેલા આરોપીઓએ ઇડરની આસપાસ ચંદનના વૃક્ષો કાપીને તેની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીઓ દ્વારા ચોરીમાં મદદગાર અન્ય આરોપીઓના નામો આપ્યાં છે. જેમાં ત્રણ મહિલા, ત્રણ કિશોરો સહિત 10 જેટલા આરોપીઓ આ ગેંગમાં છે.

આરોપીઓ દિવસે રુદ્રાક્ષ અને મહિલાઓની કટલરી વેચાણ માટે ગામડાઓમાં ફરતા હતા,દરમિયાન ચંદનના ઝાડની રેકી કર્યાં બાદ રાત્રીના સમયે ચંદનના ઝાડને કાપીને લાકડાની ચોરી કરતા હતા. ઇડર પોલીસ મથકે ચોરીના સાત ગુના અને જાદર પોલીસ મથકે એક એમ આઠ જેટલા ગુના નોંધાયેલા છે જેની આરોપીઓએ કબૂલાત કરી છે. અત્યાર સુધી અંદાજીત 15 લાખ રૂપિયાની કિંમતનું ચંદન ઉત્તર પ્રદેશ ખાતે વેચાણ કરી લીધું છે. 

પોલીસે ચાર લાખ રૂપિયાના ચંદનના લાકડા રિકવર કર્યાં છે. આરોપીઓએ ઈડરના ચાંડપ, સૂર્યનગર કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ચંદનના  ઝાડ કાપીને લાકડાની ચોરી કરી હતી. આ ચોરી આચરનાર ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી ઇડર પંથકમાં તરખાટ માચાવતી હતી. આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે.

ઝડપાયેલા આરોપી

1. રોહન ઉર્ફે સનઓફ રોના ભધ્ધરૂ પુશવા જાતે -પારધી (ઉ.વ-32)

2. રેતલસિંહ ઉર્ફે સનઓફ ભૈય્યું ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહ પુશવા જાતે -પારધી (ઉ.વ27)

3. વોરંટી સનઓફ ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહ પુશવા જાતે -પારધી (ઉ.વ-24)

વોન્ટેડ આરોપીઓ

1. છબલીયાબાઈ વાઈફ ઓફ ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સુદામસિંહ પુશવા જાતે-પારધી

2. રીકાબાઈ વાઈફ ઓફ ભંધ્ધરૂ પુશવા-જાતે-પારધી

3. સની સનઓફ ગારંટી  ઉર્ફે ગટુ ઉર્ફે સદામસિંહ પુશવા જાતે-પારધી

4. પિંકી સનઓફ ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સુદામસિંહ પુશવા જાતે -પારધી

5. મોહીનસિંહ ઉર્ફે ચકુ સનઓફ ગુલાબસિંગ ઉર્ફે છીયાલાલ પારધી-રહે કટની- મધ્યપ્રદેશ

6. અંજલી ઉર્ફે વિશના વાઈફઓફ મોહીનસિંહ ઉર્ફે ચકુ ગુલાબસિંગ ઉર્ફે છીયાલાલ પારધી-રહે કટની,મધ્યપ્રદેશ

(1 થી 4 આરોપી તમામ-રહે -દેવરી,ગ્રામ પંચાયત બુદરા.તા.નારાયણગંજ ,થાના-વિજયદાંડી જી.મંડાલા,મધ્યપ્રદેશ.હાલ રહે-બાલાજી કોમ્પ્લેક્ષ પાછળ,સહકારી જીન માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં ,ઇડર,સાબરકાંઠા )

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch