Wed,24 April 2024,11:15 am
Print
header

હવે બાળકો અને વૃદ્ધો પર કોવિડનો ખતરો ! 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસ

દક્ષિણ આફ્રિકાઃ નિષ્ણાતોએ નાના બાળકોમાં COVID-19 ચેપના વધતા ફેલાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટને લઇને નિષ્ણાતોએ જણાવ્યું કે શુક્રવારે દક્ષિણ આફ્રિકામાં ચેપના કુલ 16,055 કેસ અને 25 લોકોનાં મૃત્યું થયા હતા.નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના ડૉ.વસીલા જસતે આરોગ્ય મંત્રાલયની મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે હવે લહેરની શરૂઆતમાં તમામ વયના લોકોમાં ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

અમે હંમેશા અવલોકન કર્યું છે કે ભૂતકાળમાં બાળકો પર કોરોનાની અસર વધુ ન હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી. પરંતુ ત્રીજી લહેરમાં પાંચ વર્ષથી ઓછી વયના અને 15 વર્ષનાં બાળકોમાં વાયરસ જોયો છે. 19 વર્ષના કિશોરોમાં ચેપ વધુને વધુ અને વધુ સંખ્યામાં જોવા મળે છે. જો કે, બધા જ બાળકોમાં ચેપના કેસ હજુ ઓછા છે, પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચેપ હવે બીજા સ્થાને છે અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ચેપ પણ ઝડપથી વધી રહ્યો છે. તેની પાછળના કારણોની તપાસ કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂર છે. આપણે હવે બાળકોની હોસ્પિટલોમાં પથારીની સંખ્યા અને તેમની સંભાળ માટે કુશળ કામદારોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch