Sat,20 April 2024,6:08 pm
Print
header

હવે બહાનાબાજી શરૂ, રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે CM વિજય રૂપાણીએ પાટીલના બચાવમાં ઉતરવું પડ્યું !

અમદાવાદઃ કોરોનાના દર્દીઓને અપાતા રેમડેસિવિર ઇન્જેક્શન માટે આજે પણ જનતા વલખા મારી રહી છે, ઝાયડસે આજે પણ સ્ટોકના અભાવે ઇન્જેક્શનનું વેચાણ બંધ કરી દેતા સવારથી લાઇનમાં ઉભા અનેક દર્દીઓના સગાઓએ પાછા જવાનો વારો આવ્યો છે તેમનામાં ભાજપ સરકાર સામે જોરદાર રોષ છે, બીજી બાજુ સુરતમાં સી.આર.પાટીલ જે ઇન્જેક્શનનો જથ્થો લઇ ગયા હતા તે ઝાયડસનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે અમદાવાદની જનતાને તેથી જ હવે ઇન્જેક્શન નથી મળી રહ્યાં. પાટીલ આ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યાં તે મામલે સીએમ રૂપાણી પણ જાણતા નથી જે ચોંકાવનારી વાત છે, જો કે હવે સીએમે કોર્ટમાં પાટીલના બચાલમાં ઉતરવું પડ્યું છે.

બીજી તરફ હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરીને વિજય રૂપાણી સરકારની ઝાટકણની કાઢી છે અને કોરોનાને લઇને લોકોની દર્દનાક સ્થિતીને જોતા કેટલાક મહત્વના નિર્દેશ કર્યાં છે, હાઇકોર્ટે સી.આર.પાટીલે ફ્રીમાં આપેલા ઇન્જેક્શન મુદ્દે સવાલ કરતા રૂપાણી સરકાર વતી જનરલ કમલ ત્રિવેદીએ ગોળગોળ જવાબ આપ્યો હતો તેમને કહ્યું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે ચેરિટી વિતરણ માટે આ ઇન્જેક્શનનો જથ્થો મંગાવ્યો હતો તેમનો ઇરાદો માત્ર કોરોનાના દર્દીઓને મદદ કરવાનો હતો જો કે હજુ સુધી તેમને સ્પષ્ટતા નથી કરી કે આ જથ્થો તેમને કોને આપ્યો હતો. નિયમો મુજબ કોઇ ફાર્મા કંપની જ આવા ઇન્જેક્શનનું વેચાણ કરી શકે છે જ્યારે સુરતમાં ભાજપ કાર્યાલય પરથી આ ઇન્જેક્શન ફ્રીમાં વેચવામાં આવ્યાં છે. દર્દીને ડોક્ટરની સલાહ વગર આ ઇન્જેક્શન આપવા ગુનો છે તેમ છંતા પાટીલે તેનું વેચાણ કર્યું છે, જેથી કોંગ્રેસ આ મામલે આકરા પાણીએ છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch