Thu,25 April 2024,9:58 am
Print
header

વિજય રૂપાણી સરકારની ઝાટકણી, હાઇકોર્ટે AMCને કહ્યું તમે સ્વીકારો છો કે તમારી સરકાર નિષ્ફળ છે !

અમદાવાદ: હાઇકોર્ટે રાજ્યની કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સુઓમોટો અરજી પર આજે સુનાવણી કરી છે. ગુજરાત હાઇકોર્ટે રેમડેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજનની અછતને લઇને રૂપાણી સરકારની અને તંત્રની જોરદાર ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે એએમસીને ટકોર કરીને કહ્યું કે અન્ય કોર્પોરેશન દ્વારા રિયલ ટાઈમ હોસ્પિટલ બેડનો ડેટા આપવામાં આવે છે. તો તમે કેમ નથી આપતા, એએમસી શું કંઇ  છુપાવવાનો પ્રયાસ કરે છે ?

હાઈકોર્ટે એએમસીને કહ્યું કે તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિ સાંભળવામાં નિષ્ફળ ગઇ છે રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરી રહ્યું ? 108 માટે 48 કલાક રાહ જોવી પડે છે  શું પોલિસીમાં ખામી છે ? ત્યારે કોર્પોરેશન તરફથી વકીલ મીહિર જોશીએ જવાબ આપ્યો છે કે તંત્રની  પોલિસીમાં ખામી નથી, એમ્બ્યુલન્સ વધારવાની જરૂર છે. 

હાઈકોર્ટે રૂપાણી સરકારને ટકોર કરતા કહ્યું કે, 21 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરુ કરવાની હતી, તેઓએ હજુ સુધી રાજ્ય સરકારની વાત માની કેમ નથી ? તેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકારને જવાબ આપ્યો કે અમે તેઓને એપેડેમિક એક્ટ હેઠળ લઈશું. અમે તેઓને રિકવેસ્ટ કરી રહ્યાં છીએ. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે રિકવેસ્ટ શા માટે કરો છો, આદેશ કરો અને તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરો.

હાઈકોર્ટે રેમડેસિવિર મામલે કહ્યું કે, રેમડેસિવિર ઈન્જેક્શન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તેની વાત કરો. અમદાવાદ જિલ્લામાં 45% રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચાડવામાં આવ્યાં છે કેન્દ્ર સરકાર અમને વધુ વાઇલ આપે તેવી અમારી રિકવેસ્ટ છે. હાઈકોર્ટે કહ્યું કે, આવનારી સુનાવણીમાં છેલ્લા 15 દિવસમાં અને એક મહિનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીનો ચાર્ટ એફીડેવિટમાં રજૂ કરો. 

હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે શું ગુજરાત પીએમ કેર ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ માટે કઇ રીતે ફંડ મળે તેની રાહ જુએ છે ? રાજ્ય સરકાર કેમ ફંડ નથી આપતી ? ઓક્સિજનની અછત વિશે કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે 7 માંથી 5 ઓક્સિજન PSA પ્લાન્ટ ચાલુ છે ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે લોકલ ઉત્પાદકોની મદદ લેવામાં આવશે રાજ્યમાં 32 નવા ઓક્સિજનના પ્લાન્ટ બનાવવાની પ્રોસેસ શરુ થઇ ગઈ છે. આ PSA પ્લાન્ટ માટેનું રો-મટીરીયલ આપણે બહારના દેશમાંથી મંગાવીએ છીએ. જે 2-3 મહિનામાં આવે છે જેને કારણે વિલંબ થઈ રહ્યો છે. સરકાર પ્રયત્ન કરી રહી છે.

ત્યારે કોરોનાની ભયાનક સ્થિતીને લઇને હાઇકોર્ટે ભાજપની રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવા અને દર્દીઓને સુવિધાઓ મળે તે માટે નિર્દેશ કર્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch