Thu,25 April 2024,10:55 pm
Print
header

ઘરે બનાવો હર્બલ ટી અને કોરોનાનાં ઇન્ફેક્શનથી બચો

દુનિયાભરમાં કોરોનાના કહેર સામે લોકો લડી રહ્યાં છે, ત્યારે લોકો ઘરમાં આર્યુવૈદીક નુસખા અપનાવીને કોરોના સામે લડત આપી શકે છે, આજ કાલ વાયરલ ફીવર, શરદી-ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવવાથી લોકોને ખતરો વધી ગયો છે, આજે અમે તમારા માટે હર્બલ ટીની આ રેસિપી બતાવીએ છીએ, જે તમારી દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. અને રોગપ્રતિકારક શક્તિ વધારશે.

સામ્રગી
1/2 કપ તુલસીના પાન
1/4 કપ ફુદીનાના પાન
1 ચમચી આદુ
2 ચમચી મધ

બનાવવાની રીત

સૌ પ્રથમ ગ્રાઇન્ડરમાં તુલસી, ફુદીનાના પાન, આદુ અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. મીડિયમ આંચ પર એક પેન ગરમ કરી લો. હવે તેમા પેસ્ટ અને દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીને 5 મિનિટ સુધી ઉકળવા દો, તે બાદ ગેસની આંચ બંધ કરી લો અને તેને ગાળી લો. તૈયાર છે હર્બલ ટી, તેમા મધ મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરો.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar