Tue,29 April 2025,12:27 am
Print
header

ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પરિવારના સભ્યો સહિત 6 લોકોનાં મોત

મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ

દુર્ઘટનાના કારણો શોધવા તંત્રએ શરૂ કરી તપાસ

અમેરિકાઃ ન્યૂયોર્કની હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે, આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સીટી વચ્ચે નદીમાં થયો હતો તાત્કાલિક તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી.

હેલિકોપ્ટરે ઉડાન ભર્યાના 15 મીનિટ પછી આ દુર્ઘટના સર્જાઇ હતી, સ્પેનિશ પરિવારના 5 લોકો તેમાં સવાર હતા અને 1 પાટલોટ સહિત તમામના મોત થઇ ગયા છે.

નદીમાંથી હેલિકોપ્ટનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે, તમામ 6 મૃતકોની લાશોને પણ બહાર કાઢવામાં આવી છે. ખરાબ હવામાનને કારણ આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch