Thu,20 January 2022,3:45 pm
Print
header

કોરોનાને કારણે કોમામાં સરી પડેલી નર્સનો વાયગ્રાએ બચાવ્યો જીવ - Gujarat Post

(નર્સ મોનિકા અલ્મોડા)

કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ નર્સની તબિયત લથડી હતી

ઓક્સિજનનું સ્તર ઘટી જતાં કોમામાં જતી રહી હતી

વાયગ્રાએ બચાવ્યો એક નર્સનો જીવ

લંડનઃ જીવલેણ વાયરસ કોરોનાને (coronavirus) કારણે કોમામાં જતી મહિલા નર્સ (nurse) માટે વાયગ્રાએ (Viagra) જીવનરક્ષક તરીકે કામ કર્યું છે, 37 વર્ષની મોનિકા અલ્મેડા (monica almoda) 45 દિવસથી કોમામાં હતી, તે હોશમાં આવી શકી ન હતી, પરંતુ તેને વાયગ્રાનો ડોઝ આપવામાં આવતાં જ તે થોડા સમય પછી હોશમાં આવી ગઈ હતી. વાયગ્રા આપવાનો વિચાર મોનિકાના સહકર્મીઓનો હતો.

'ધ સન'માં પ્રકાશિત એક ન્યૂઝ અનુસાર, મોનિકા નામની નર્સ NHS લિંકનશાયરમાં સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહી હતી.દરમિયાન તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી ગઇ હતી. ધીરે ધીરે તેની તબિયત વધુ બગડવા લાગી અને લોહીની ઉલ્ટી પણ થવા લાગી. જે બાદ તેણે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી. પરંતુ થોડા દિવસો પછી મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તે ફરીથી હોસ્પિટલ દાખલ થઈ હતી. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, પછી તેમને ICUમાં દાખલ કરવી પડી હતી. 16 નવેમ્બરે તે કોમામાં સરી ગઈ હતી.

ડોક્ટરોએ ઘણી કોશિશ કરી પરંતુ તે હોશમાં આવી શકી નહીં. કંટાળી ગયેલા મોનિકાના સાથીઓએ તેને વાયગ્રાનો ભારે ડોઝ આપવાનું નક્કી કર્યું હતુ અને તેણે અદ્ભુત કામ કર્યું. વાયગ્રાનો ડોઝ આપ્યાના થોડા જ સમયમાં તે ભાનમાં આવી ગઇ હતી ઇંગ્લેન્ડના લિંકનશાયરના ગેન્સબોરોની નર્સ મોનિકાએ જણાવ્યું કે જ્યારે હું કોમામાંથી બહાર આવી ત્યારે ડોક્ટરે મને કહ્યું કે વાયગ્રાથી મારો જીવ બચી ગયો છે. પહેલા તો ને આ બધી મજાક લાગી. પરંતુ તેણે કહ્યું કે વાસ્તવમાં મને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો હતો અને મારો જીવ બચી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch