Sat,20 April 2024,3:25 pm
Print
header

મોઢાનું કેન્સર થવા માટે શું છે કારણો ? ફર્સ્ટ સ્ટેજના લક્ષણો જાણી લો

આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે.જેમાં તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થવાના કેસ વધારે છે. જો કે મોઢાનું કેન્સર કોઇને પણ થઇ શકે છે. જો મોં, હોઠ, જીભ પર કોઈ ચાંદા અથવા ઘા પડી જાય છે તો તરત જ ડોક્ટરને બતાવવુ જોઇએ. ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય અને તેનો ઈલાજ થઈ શકે છે. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કોઈને પણ થઈ શકે છે. તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યુન સિસ્ટમ નબળી હોવી છે.

મોઢાના કેન્સરના લક્ષણો 

મોઢાનું કેન્સર હોવા પર શરૂઆતમાં જ મોઢામાં ગાલની અંદરની તરફ છાલા પડી જવા, મોઢામાં ઘા, લાંબા સમય સુધી હોઠોનું ફાટવું અને ઘાનું ઝડપથી ન ભરાવુ જેવા સામાન્ય લક્ષણો દેખાય છે.લાંબા સમય સુધી જો મોઢામાં સફેદ ધબ્બા, ઘા, ચાંદા રહે છે તો આગળ જઈને મોઢાનું કેન્સર બની શકે છે. મોઢામાંથી દુર્ગંધ આવવી, અવાજ બેસી જવો, અવાજ બદલાવો, કંઈ પણ ગળવામાં તકલીફ પડવી, લાળ વધુ અથવા લાળ સાથે લોહી આવવું આ તમામ વસ્તુઓ પણ મોઢાના કેન્સરના લક્ષણો છે.

ધુમ્રપાન અને નશો કરનારાને કેન્સર થવાનું વધુ જોખમ રહે છે, મોઢાનું કેન્સર મોઢાની અંદર જીભ, પેઢા, હોઠ ક્યાંય પણ થઈ શકે છે. સામાન્ય રીતે મોઢાનું કેન્સર નબળી ઈમ્યુનિટીના કારણે થાય છે આ સિવાય મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી કેન્સર થઈ શકે છે. જે લોકો તમાકુ, બીડી, સિગરેટ, દારૂ જેવી વસ્તુઓના સેવનથી મોઢાના કેન્સરનું જોખમ રહે છે.

મોઢાના કેન્સરથી બચવા આપણે શું શું કરવું જોઈએ.

જો તમે ઇચ્છો છો કે તમને મોઢાનું કેન્સરથી રક્ષણ મળે તો તમારે આજથી જ ધૂમ્રપાનનો ત્યાગ કરવો જોઈએ. તમારા મોઢાના અંદરના ભાગને દરરોજ યોગ્ય રીતે સાફ કરવો જોઈએ. દિવસમાં ત્રણ-ચાર વખત કોગળા કરવા જોઇએ. બે વાર બ્રશ કરવું જોઈએ. જેનાથી મોઢાની સંપૂર્ણ સફાઈ થાય છે. મોઢાની અંદર દાત પેઢામાં કોઈપણ પ્રકારનો દુખાવો થાય છે. પરિવર્તન આવે છે. તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બજારમાં મળતાં કોલ્ડ્રીંકસ ,તૈયાર વસ્તુઓ, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વગેરે ચીજોનું સેવન કરવું ન જોઈએ. જો તમે ફળ, શાકભાજી અને સલાડ ખાવ છો તો તમારે દરરોજ ગરમ પાણીમાં તેને ધોવા જોઈએ પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar