Thu,25 April 2024,12:28 pm
Print
header

પીઓ આ જ્યૂસ, રોજ ખાલી પેટે પીવાથી વજન ઘટવાની સાથે મળશે અનેક ફાયદા

રોજ ખાલી પેટે આ જ્યૂસ પીવાથી વજન ઘટવાની સાથે તેના અદભૂત ફાયદા છે. સફરજન, બીટ અને ગાજરને મિક્સ કરીને બનાવીને આ જ્યુસ પીવાથી હેલ્થ માટે ફાયદારૂપ છે. જ્યુસમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચવામાં મદદ કરે છે. તેને ખાલી પેટે પીવાથી હેલ્થના અનેક ફાયદા છે. શિયાળાની સિઝનમાં ફૂટ અને વેજીટેબલ બજારમાં આસાનીથી મળી રહે છે. સીઝનલ ચીજોનું આ જ્યુસ રોજ પીઓ.

આ રીતે બનાવો

1 મીડિયમ ગાજર, 1 મીડિયમ બીટ રૂટ 1, મીડિયમ ગ્રીન સફરજન બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરમાં પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે તેમાં પાણી નાંખો.તેને ગાળી લો અને ઉપયોગમાં લો. નેચરલ રીતે તૈયાર કરાતા આ ડ્રિંકમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ જ્યુસમાં પોટેશિયમ હોય છે.તે હાર્ટ પ્રોબ્લેમ જેમ કે હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. રોજ સવારે તેને પીવાથી તમારી સ્કિન સોફ્ટ અને શાઇની બનશે. સફરજન અને ગાજરમાં વિટામિન A હોય છે. માટે તે હેલ્ધી રહેવાની સાથે આંખો માટે ફાયદારૂપ છે.

સવારમાં વિટામિન B6 થી ભરપૂર આ જ્યૂસ પીવાથી મગજ ફાસ્ટ ચાલે છે અને મેમરી પણ વધે છે. આ ખાસ જ્યૂસને પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ જ્યૂસમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. તે અસ્થમા જેવી શ્વાસની બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તે લિવર પ્રોબ્લેમ્સથી બચાવવામાં ઇફેક્ટિવ છે. તેમાં ફોલેટ હોય છે. તે પ્રેગનન્સીમાં ગર્ભવતી મહિલાઓને માટે ઇફેક્ટિવ છે.તેમાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ હોય છે. તે કેન્સર સેલ્સના ફોર્મેશનને રોકવામાં મદદ કરે છે. તેમાં આયર્ન હોય છે. ખાસ કરીને એનિમિયાથી બચવામાં મદદ કરે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar